Certificate Department

ઘૂંટણનુ સર્ટીફીકેટ મેળવવા માટે આટલું કરો.

  1. સોમવાર બુધવાર અને શુક્રવારનાં રોજ આવવું (સવારે ૯:૦૦ થી ૧૧:૦૦)
  2. કેસ પેપર કઢાવવો (M-2 નંબર પર)
  3. સ્વ હસ્તાક્ષર (જાતે જ) કોરા કાગળ પર અરજી કરવી. (M-3 નંબર)
  4. રેશન કાર્ડ ઝેરોક્ષ, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ ઝેરોક્ષ અને પી.એમ.જય.વાય કાર્ડની ઝેરોક્ષ લાવવી તેમજ ૨ (બે) પાસપોર્ટ ફોટા જ્યાં ઓપરેશન કરાવવાનું છે તે ડોક્ટરશ્રી દ્વારા સિવિલ સર્જનશ્રીના નામની કન્સલ્ટન્ટ નોટ/સિવિલ સર્જનના નામનો પત્ર લાવવો (M-3 નંબર)
  5. દરેક ડોક્યુમેન્ટ M-3 નંબર પર આપવા.
  6. ત્યાર બાદ M-6 નંબર પર જવું ત્યાંથી M-13 નંબર ઓપીડીમાં જવું.
  7. ત્યાંથી ડોક્ટર દ્વારા લખ્યા બાદ M-6 નંબરથી ફોર્મ લેવું
  8. M-13 નંબર ઓપીડીમાં સહી કરાવવા જવું અને ત્યાર બાદ નર્સિંગ સ્કુલમાં સિવિલ સર્જનશ્રીની સહી કરાવવી.
  9. પ્રમાણપત્રમાં સિક્કા કરાવવા માટે M-3 નંબર માં આવવું.
  10. સર્ટીફીકેટની એક ઝેરોક્ષ નકલ M-3 નંબરમાં આપવી.

UDID સર્ટિફિકેટ માટે આટલું કરો

  1. રૂમ નંબર M-2 કેશબારી થી કેસ કઢાવવો.
  2. ત્યારબાદ રૂમ નંબર M-10 UDID વિભાગમાં પોતાના ડોક્યુમેન્ટ ચેક કરાવી એસેસમેન્ટ સીટ લેવી.
  3. ત્યારબાદ વિકલાંગતા મુજબ (ઓર્થોપેડિક M-13, ENT M-37, આંખ - D-9 ) એસેસમેન્ટ સીટ જે તે સ્પેશિયાલિસ્ટને બતાવવી.
  4. એસેસમેન્ટ સીટ લઈને ફરીથી રૂમ નંબર M-10 માં એસેસમેન્ટ સીટ જમા કરાવી.

    જરૂરી ડોક્યુમેન્ટ:

  1. આધાર કાર્ડ ની સિંગલ સાઈડ ઝેરોક્ષ
  2. રેશનકાર્ડની સિંગલ સાઈડ ઝેરોક્ષ
  3. જન્મના પુરાવાની ઝેરોક્ષ(સ્કુલ લિવિંગ સર્ટી)
  4. અરજદારનું જુનુ સર્ટિફિકેટ જો મેળવેલ હોય તો
  5. યુ ડી આઈ ડી સર્ટિફિકેટ માટે સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ આવવું.

ઉંમરનો દાખલો મેળવવા માટે આટલું કરો

  1. રૂમ નંબર M-2 કેશબારી થી કેસ કઢાવવો.
  2. M-3 પોતાના ડોક્યુમેન્ટ ચેક કરાવવા.
  3. M-6, RMO સાહેબશ્રીને બતાવવું.
  4. ત્યારબાદ M-3, માંથી ઉમરનું પ્રમાણપત્ર મેળવવું.
  5. ત્યારબાદ M-6, RMO સાહેબશ્રીની સહી કરાવવી.
  6. અને છેલ્લે M-3 માં સિક્કા કરાવવા.

    જરૂરી ડોક્યુમેન્ટ:

  1. રેશનકાર્ડની નકલ
  2. આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ ની નકલ
  3. 20 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ
  4. મોટા બાળકનો જન્મનો પુરાવો( શાળા નું પ્રમાણપત્ર)
  5. અરજદારે પોતે હાજર રહેવું
  6. ઉંમરના દાખલા માટે મંગળવાર અને ગુરુવારના રોજ આવું

મેડિકલ રિએમ્બર્સમેન્ટ મેળવવા માટે આટલું કરો

  1. રૂમ નંબર M-2 કેશબારી થી કેસ કઢાવવો.
  2. દવાના તમામ બિલ તેમજ તપાસ કરનાર ડોક્ટર શ્રીના સહી સિક્કા કરાવવા.
  3. કેસ પેપર અથવા ડિસ્ચાર્જ સમરી રજૂ કરવી.
  4. દવાઓ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હોય તો ત્યાંથી લેવાનો આગ્રહ રાખવો.
  5. મેડિકલ બિલ રૂમ નંબર M-3 માં જમા કરાવવું ત્યારબાદ દિનદિન-૭ પરત લેવા આવવું.
  6. મેડિકલ બિલ માં અધિકારીશ્રીના સહી સિક્કા કાઉન્ટર સહી કરાવી.
  7. મેડિકલ બિલ મંગળવાર તેમજ ગુરૂવારના દિવસે લેવા તથા આપવામાં આવશે.

રેસ્ટ નું પ્રમાણપત્ર મેળવવા માટે આટલું કરો

  1. રૂમ નંબર M-2 કેશબારી થી કેસ કઢાવવો.
  2. ત્યારબાદ સારવાર કરનાર ડોક્ટરશ્રી ને બતાવવું.
  3. ડોક્ટરશ્રીના( અનફિટ) રેસ્ટ લખ્યા બાદ રૂમ નંબર M-3 માં જવું.
  4. રૂમ નંબર M-3 માંથી સર્ટિફિકેટ મેળવવું.
  5. સર્ટીફીકેટમાં M-6 માંથી RMO સાહેબશ્રીની સહી કરાવવી.
  6. અને છેલ્લે રૂમ નંબર M-3 સિક્કા કરાવવા.
  7. ફીટ નું સર્ટિફિકેટ લેવા ડોક્ટર શ્રીની પાસે ફીટ ફોર ડ્યુટી લખાવવું.
  8. અને ફરીથી ઉપર મુજબની પ્રોસેસ કરવી.
  9. રેસ્ટ સર્ટિફિકેટ માટે સાંજના ત્રણ થી છ ના સમયગાળા દરમિયાન રૂમ નંબર M-3 માં જવું.